Private School Training

ખાનગી શાળા આચાર્ય - શિક્ષક તાલીમ
તા. ર૦//ર૦૧ર થી ર૪//ર૦૧ર


ભૂમિકા 
      RTE 2009 અને NCF 2005ને કારણે પ્રાથમિક શિક્ષણમાં અનેકવિધ મહત્વના ફેરફારો થયા છે. જે અન્વયે પ્રથમ તબકકામાં ધો. થી ૮ના નવા પુન:ગઢિત અભ્યાસક્રમ અને પાઠયપુસ્તક અમલમાં આવેલ છે. રાજયના શિક્ષકોને નવા અભ્યાસક્રમ અને મૂલ્યાંકન યોજનાનો પરિચય મળે તે માટે તાલીમનું આયોજન કરવામાં આવે તે જરૂરી લાગ્યું. રાજયના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને એપ્રિલ તથા જૂન-ર૦૧રમાં બાબતની તાલીમ આપવામાં આવી. ખાનગી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો પણ નવા અભ્યાસક્રમ અને તેને સંબંધિત વિષયોની માહિતી અને સમજ મેળવે તથા અનુસાર શાળામાં જરૂરી કાર્ય કરી શકે તે માટે ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકોની તાલીમની જરૂરિયાત ઉભી થઈ.
આથી જી.સી..આર.ટી. દ્વારા ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ માટેના આયોજનની સૂચના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને પત્રક્રમાંક જીસીઈઆરટી/તાલીમ/ ર૦૧ર/૧ર૬૧૮-૬૪૪ તા.//ર૦૧રથી આપવામાં આવી.
અન્વયે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પોરબંદરની આઈ.એફ.આઈ.સી. શાખા દ્વારા ધો. થી ૮ના નવા અભ્યાસક્રમ અને પાઠયપુસ્તક આધારિત તાલીમનું આયોજન પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પત્રક્રમાંક જસભ/ific/ખાનગીશાળાતાલીમ/ર૦૧ર/૦૦૦૦. તા.૧૬//ર૦૧રના પત્ર અન્વયે તા. ર૦//ર૦૧રથી ર૪//ર૦૧ર દરમિયાન કરવામાં આવ્યું.

તાલીમનું સ્થળ : શ્રી સ્વામીનારાયણ પી.ટી.સી. કોલેજ પોરબંદર ખાતે રાખવામાં આવ્યું હતું.

તાલીમનો મુખ્ય હેતુ : 
ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલીમનો મુખ્ય હેતુ ધો. થી ૮ના નવા અભ્યાસક્રમ પાઠયક્રમ સંબંધિત તમામ બાબતોથી ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોને પરિચિત કરવાનો હતો.
તાલીમના અન્ય હેતુ પ્રમાણે હતા.
  1. ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો ધો. થી નવા અભ્યાસક્રમના અભિગમ અને પાઠયપુસ્તક સંબંધી સમજ કેળવે.
  2. ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો એન.સી.એફ-ર૦૦પ અને આર.ટી.-ર૦૦૯નો પરિચય મેળવે.
  3. ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો સર્વાંગી શિક્ષણના વિષયો જેમ કે ચિત્રકામ, કાર્યાનુભવ, શારીરિક શિક્ષણ અને સંગીત જેવા વિષય માટે નવા અભ્યાસક્રમમાં સૂચવેલ બાબતોથી પરિચિત થાય.
  4. ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન યોજનાનો પરિચય મેળવે.
  5. ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના હેતુઓથી અને તે શીખવવા માટેની પ્રયુકિતથી પરિચિત થાય.
તાલીમનું વિષયવસ્તુ :
ખાનગી શાળાના આચાર્ય અને શિક્ષક તાલીમમાં નીચે જેવા વિષયવસ્તુ અને મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
.        આર.ટી.. ર૦૦૯                   
.       એન.સી.એફ. ર૦૦પ
.        નવો અભ્યાસક્રમ વિશેષતા                   
.       નવા પાઠયપુસ્તક
.       શિક્ષક આવૃતિનો ઉપયોગ                     
.       ટી.એલ.પી.
.       .આર..સી. અભિગમ             
.       સર્વાંગી વિકાસના વિષયો
.       શાળાકીય સર્વાંગીણ મૂલ્યાંકન

તાલીમના તાલીમાર્થી / લાભાર્થી જૂથ :
ખાનગી પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષકની તાલીમના લાભાર્થી તાલીમાર્થી તરીકે જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાના આચાર્ય તથા ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજિ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી-સંસ્કૃત તથા સર્વાંગીણ વિષયનું શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકો હતા.

તાલીમનું આયોજન :
તાલીમમાં નીચે પ્રમાણે ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકોને તબકકાવાર તાલીમ આપવામાં આવી હતી.
ક્રમ      વિષય                                તારીખ             દિવસો   કુલ તાલીમાર્થી             માનવદિન
  1. ખાનગી શાળા આચાર્ય તાલીમ       ર૦//૧ર                           ૭૮                ૭૮
  2. વિજ્ઞાન ટેકનોલોજિ શિક્ષક             ર૧//૧ર                           ૮૦                 ૮૦
  3. સામાજિક વિજ્ઞાન શિક્ષક              ર૧//૧ર                           પ૦                પ૦
  4. ગણિત શિક્ષક                         રર//૧ર                           ૭૦                ૭૦
  5. સર્વાંગીણ શિક્ષણ વિષય શિક્ષક       રર//૧ર                           પ૦                પ૦
  6. ગુજરાતી-હિન્દી                       ર૩//૧ર                           ૮૦                 ૮૦
  7. અંગ્રેજી- સંસ્કૃત                       ર૪//૧ર                           ૮૦                 ૮૦

  • કુલ                                                                         ૪૮૮               ૪૮૮
     

તાલીમની પદ્ઘતિ-પ્રયુકિત :
રીસોર્સ પર્સન/તજજ્ઞ દ્વારા તાલીમ માટે વ્યાખ્યાન સિવાય જુથ ચર્ચા, નિદર્શન, પ્રશ્નોતરી, રમતો, પ્રવૃતિ વગેરે જેવી પદ્ઘતિ અને પ્રયુકિતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાવર પોઇન્ટ પ્રઝન્ટેશન દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ માટે જરૂરી ચાર્ટ, પ્રેઝન્ટેશન, શિક્ષક આવૃતિ, ટેપરેકોડર, ટીવી વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તાલીમ માટે રીસોર્સ પર્સન/તજજ્ઞ :
ખાનગી પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષકની તાલીમ માટે તજજ્ઞ/રીસોર્સ પર્સન તરીકે રાજય કક્ષાાએ જી.સી..આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવેલ જુદા જુદા વિષયોના  રીસોર્સ પર્સન તથા ડાયેટના લેકચરરોએ કામગીરી બજાવી હતી. વિષય અનુસાર રીસોર્સ પર્સનની યાદી નીચે મુજબ છે.
ક્રમ      નામ                        શાળા                       વિષય શિક્ષક
        કાશ્મીરાબેન ભટ             ડાયેટ પોરબંદર              વિજ્ઞાન ટેકનોલોજિ - ગણિત
        યુ.ડી. મહેતા                ડાયેટ પોરબંદર              વિજ્ઞાન ટેકનોલોજિ
        માલદેભાઈ ચેતરિયા        ડાયેટ પોરબંદર              સર્વાંગીણ વિષયો
        દક્ષાાબેન જોશી            ડાયેટ પોરબંદર              સર્વાંગીણ વિષયો (કાર્યાનુભવ)
        ઋતાબેન પરમાર            ડાયેટ પોરબંદર              શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
        અલ્તાફભાઈ રાઠોડ          ડાયેટ પોરબંદર              સામાજિક વિજ્ઞાન
        ગીતાબેન સેંજલીયા         ડાયેટ પોરબંદર              હિન્દી (ભાષા)
        એમ.વી. વેકરીયા           ડાયેટ પોરબંદર              આરટીઈ ર૦૦૯
.        શ્રી ચેતનભાઈ જોશી        કાંટેલા પ્રા. શાળા            વિજ્ઞાન ટેકનોલોજિ - ગણિત
        મીતેશભાઈ ડોડીયા         જાવર પ્રા. શાળા            વિજ્ઞાન ટેકનોલોજિ - ગણિત
        મનોજભાઈ રામદતી        ચામુંડા પ્રા. શાળા           સામાજિક વિજ્ઞાન
        પરેશભાઈ જોશી             તળપદ પ્રા. શાળા          સંસ્કૃત (ભાષા)
૧૦       શ્રી નીપાબેન રૂપારેલીયા   છાયા પ્લોટ પ્રા. શાળા       ગુજરાતી (ભાષા)
૧૧       શ્રી વિવેકભાઈ જોશી        શ્રીનગર પ્રા.શાળા           અંગ્રેજી (ભાષા)
૧૩       ડો.માલદેભાઈ કુછડીયા     સ્ટેશન પ્લોટ પ્રા.શા.          હિન્દી (ભાષા)
૧૪       વેજાભાઈ શિયાણી           કે.નિ.                        જનરલ
૧પ      ગીગનભાઈ બાપોદરા       બીઆરસી પોરબંદર           જનરલ

તાલીમનું મોડયુલ :
ખાનગી પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષકની તાલીમ માટેનું મોડયુલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની આઈ.એફ.આઈ.સી. શાખા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. મોડયુલમાં આર.ટી.. ર૦૦૯, એન.સી.એફ. ર૦૦પ, નવો અભ્યાસક્રમ વિશેષતા, શિક્ષક આવૃતિનો ઉપયોગ, ટી.એલ.પી., .આર..સી. અભિગમ, સર્વાંગી વિકાસના વિષયો, શાળાકીય સર્વાંગીણ મૂલ્યાંકન જેવા મુદાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો.

તાલીમ સમયપત્રક - આયોજન
ખાનગી શાળાના આચાર્ય તાલીમ વર્ગની શરૂઆતમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના શ્રી  ભાનુપ્રકાશ સ્વામી, શ્રી સાકરીયા સ્વામી, શ્રી યુ.ડી.મહેતા, રાણાવાવ બીઆરસી કો.. લાખાભાઈ સુંડાવદરા, કે.નિ. વેજાભાઈ શિયાણી તથા તાલીમ વર્ગના વર્ગ સંચાલક ડો. માલદેભાઈ ચેતરિયા વગેરે ઉપસ્થિત રહી દિપ પ્રાગટય અને પ્રાસંગિક પ્રવચન સાથે તાલીમ વર્ગની શરૂઆત કરી હતી
ખાનગી શાળા આચાર્ય - શિક્ષક તાલીમનું સમય તાલીમના દિવસે સવારે ૧૦ : ૦૦ થી : ૦૦ સુધીનો રાખવામાં આવ્યો હતી. આચાર્ય તથા દરેક વિષયના તાલીમાર્થીઓના ૪૦-૪૦ની સંખ્યામાં બે વર્ગ રાખવામાં આવ્યા હતા. બન્ને વર્ગમાં એક સરખા પ્રકારનું સમયપત્રક તથા વિષયોની તાલીમ આપવામાં આવી હતી. જે તે વિષયવસ્તુ/મુદાની તાલીમ બન્ને વર્ગમાં સમાંતર અલગ અલગ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
આચાર્ય તથા શિક્ષકોને ઉપરોકત નકકી કરેલ તાલીમના વિષયવસ્તુમાં દર્શાવેલ મુદાઓની તાલીમ ઉપર દર્શાવેલ રીસોર્સ પર્સન દ્વારા આપવામાં આવી હતી.
સમય                       મુદો                                                                વર્ગ-              વર્ગ-
૧૦ : ૦૦ થી ૧૦ :૩૦         રજિસ્ટેશન/સમૂહ પ્રાર્થના/હાલ કઈ રીતે કાર્ય                      --                  --
૧૦ : ૩૦ થી ૧૧ : ૧પ        આર.ટી..-ર૦૦૯/એન.સી.એફ.-ર૦૦પ                              તજજ્ઞ-            તજજ્ઞ-
૧૧ : ૧પ થી  ૧ર : ૦૦       નવા અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકની લાક્ષાણિકતા                   તજજ્ઞ-            તજજ્ઞ-
૧ર : ૦૦ થી ૧ર : ૧પ        બ્રેક                                                --               --
૧ર : ૧પ થી : ૦૦         નવા અભ્યાસક્રમ અનુસાર હેતુઓ અને વિષયના સમજપત્રો            તજજ્ઞ-            તજજ્ઞ-
: ૦૦ થી : ૦૦          ભોજન વિરામ                                                      --                  --
: ૦૦ થી :૪પ           શાળાકીય સર્વાંગીણ મૂલ્યાંકન                                        તજજ્ઞ-            તજજ્ઞ-
: ૪પ થી : ૩૦          સર્વાંગી વિકાસના વિષયો     તજજ્ઞ-  તજજ્ઞ-
: ૩૦ થી : ૪પ          ટી બ્રેક                                                              --                  --
: ૪પ થી : ૩૦          ટોટલ લર્નિંગ પેકેજ(તમામ વિષયમાં)                                તજજ્ઞ-            તજજ્ઞ-
: ૩૦ થી : ૦૦          શિક્ષક આવૃતિ-નિદર્શન/ઉપયોગ                                    તજજ્ઞ-            તજજ્ઞ-
: ૦૦ થી : ૧પ         ચર્ચા - પ્રશ્નોતરી                                                     --                  --

ખાનગી શાળા આચાર્ય તાલીમ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા શ્રી સ્વામીનારાયણ પીટીસી કોલેજ છાયા પોરબંદર ખાતે ખાનગી શાળા તાલીમની શરૂઆત તા. ર૦//ર૦૧રના રોજ આચાર્ય તાલીમથી કરવામાં આવી હતી. તાલીમની શરૂઆત વર્ગ સંચાલકશ્રી માલદેભાઈ ચેતરિયાએ પ્રાર્થનાથી કરાવી હતી. શ્રી ભાનુપ્રકાશ સ્વામી, શ્રી સાકરીયા સ્વામી, ડાયેટ લેકચરર શ્રી યુ.ડી.મહેતા, કેળવણી નિરીક્ષાકશ્રી વેજાભાઈ શિયાણી, રાણાવાવ બીઆરસી કોઓર્ડીનેટર લાખાભાઈ સુંડાવદરા વગેરે મહાનુભવો દ્વારા દિપ પ્રાગટય કરી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો.
વર્ગ સંચાલક શ્રી ડો. માલદેભાઈ ચેતરિયાએ શરૂઆતમાં તમામ મહાનુભવોનું અને જીલ્લાના ખાનગી પ્રાથમિક શાળાના હાજર રહેલા આચાર્યનું સ્વાગત કરી તાલીમની પ્રસ્તુતતા અને હેતુઓની ચર્ચા કરી હતી. શ્રી ભાનુપ્રકાશ સ્વામીશ્રી સાકરીયા સ્વામી દ્વારા તાલીમ અંતર્ગત પ્રેરક વકતવ્ય આપવામાં આવ્યું હતું. શ્રી યુ.ડી. મહેતાએ આભારવિધી કરી ઉદઘાટનવિધી પૂર્ણ કરી હતી.

તાલીમના પ્રથમ સેશનમાં આચાર્યોને નવા અભ્યાસક્રમ અને પાઠયપુસ્તક સંબંધિત માહિતી માલદેભાઈ ચેતરિયાએ આપી હતી. આર.ટી.. અને એન.સી.એફ.ની નવા અભ્યાસક્રમની વિશેષતાના સંદર્ભમાં ચર્ચા માલદેભાઈ ચેતરિયાએ કરી હતી. સામાજિક વિજ્ઞાન, ભાષા તથા ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિ વિષયની વિશેષતાઓ અને હેતુઓની ચર્ચા શ્રી ચેતનભાઈ જોશીએ કરી હતી. કેળવણી નિરીક્ષાકશ્રી વેજાભાઈ શિયાણીએ નવા અભ્યાસક્રમ સંદર્ભમાં ખાનગીશાળાના આચાર્યોએ ધ્યાનમાં રાખવાની બાબતોની વ્યવહારુ માહિતી આપી હતી. પોરબંદરના બીઆરસી કો.ઓર્ડીનેટર શ્રી ગીગનભાઈ બાપોદરાએ મૂલ્યાંકન અને ગૃહકાર્ય સંબંધી માહિતી આપી હતી. ડાયેટના લેકચરરશ્રી રૂતાબેન પરમારે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની ચર્ચા કરી હતી. શ્રી યુ.ડી. મહેતાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખાનગી શાળાની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. અંતે ચર્ચા પ્રશ્નોતરી અને પ્રતિભાવો લઈ વર્ગ સંચાલક શ્રી માલદેભાઈ ચેતરિયાએે આભારવિધી કરી આચાર્ય તાલીમ પૂર્ણ જાહેર કરી હતી.
તાલીમવર્ગમાં જિલ્લાની ૭૮ ખાનગી શાળાના આચાર્યો ઉપસ્થિત રહયા હતા.

ખાનગી શાળા શિક્ષક તાલીમ
      તા. ર૧//૧રના રોજ તાલીમ ભવન દ્વારા ખાનગી શાળાના વિજ્ઞાન ટેકનોલોજિના શિક્ષકો, સામાજિક વિજ્ઞાનના શિક્ષકો તાલીમ વિષય પ્રમાણે જૂથમાં રાખવામાં આવી હતી. જે અનુસાર ૮૦ વિજ્ઞાન શિક્ષક અને પ૦ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો તાલીમમાં હાજર રહેલ હતા
      તાલીમની શરૂઆત વર્ગ સંચાલક માલદેભાઈ ચેતરિયાએ પ્રાર્થનાથી કરાવી હતી. ત્યારબાદ તાલીમના હેતુઓની જાણ કરી હતી. ત્યારબાદ ગણિત અને વિજ્ઞાનના નવા અભ્યાસક્રમની વિશેષતા, આર.ટી.. અને એન.સી.એફ., પાઠયપુસ્તકની વિશેષતા, શિક્ષક આવૃતિનો ઉપયોગ, .આર..સી. અભિગમ, ટી.એલ.પી. શાળાકીય સર્વાંગીણ મૂલ્યાંકન વગેરે મુદાઓની ચર્ચા તાલીમ દરમિયાન કરવામાં આવી હતીતાલીમમાં તજજ્ઞ તરીકે ચેતનભાઈ જોશી, મીતેશભાઈ ડોડીયા, રૂતાબેન પરમાર, મનોજભાઈ રામદતી અને  માલદેભાઈ ચેતરિયાએ કામગીરી બજાવી હતી.

તા. રર//૧રના રોજ ગણિતના શિક્ષકો અને સર્વાંગીણ વિષયના શિક્ષકોને જૂથ પ્રમાણે તાલીમ આપવામાં આવી હતી. જે અનુસાર ૭૦  ગણિત શિક્ષક અને પ૦  સર્વાંગીણ વિષયના શિક્ષકો તાલીમમાં હાજર રહેલ હતા. તાલીમની શરૂઆત વર્ગ સંચાલક માલદેભાઈ ચેતરિયાએ પ્રાર્થનાથી કરાવી હતી. ત્યારબાદ તાલીમના હેતુઓની જાણ કરી હતી. ત્યારબાદ ગણિત અને સર્વાંગીણ વિકાસના વિષયોના નવા અભ્યાસક્રમની વિશેષતા, જેમાં ચિત્રકામ, સંગીત, શારિરીક શિક્ષણ, કાર્યાનુભવ વિષયોની પદ્ઘતિ, આર.ટી.. અને એન.સી.એફ., પાઠયપુસ્તકની વિશેષતા, શિક્ષક આવૃતિનો ઉપયોગ, .આર..સી. અભિગમ, ટી.એલ.પી. શાળાકીય સર્વાંગીણ મૂલ્યાંકન વગેરે મુદાઓની ચર્ચા તાલીમ દરમિયાન કરવામાં આવી હતીતાલીમમાં તજજ્ઞ તરીકે ચેતનભાઈ જોશી, મીતેશભાઈ ડોડીયા, વિવેકભાઈ જોશી, મનોજભાઈ રામદતી, અને માલદેભાઈ ચેતરિયાએ કામગીરી બજાવી હતી.

તા.ર૩//૧રના રોજ  ગુજરાતી-હિન્દી વિષયના ખાનગી શાળાના શિક્ષકો અને તા.ર૪//ર૦૧રના રોજ અંગ્રેજી-સંસ્કૃત વિષયના ખાનગી શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. જે અનુસાર ૮૦  ગુજરાતી-હિન્દી અને ૮૦  અંગ્રેજી-સંસ્કૃત વિષયના શિક્ષકો તાલીમમાં હાજર રહેલ હતા.
શરૂઆત વર્ગ સંચાલક માલદેભાઈ ચેતરિયાએ પ્રાર્થનાથી કરાવી હતી. ત્યારબાદ તાલીમના હેતુઓની જાણ કરી હતી. ત્યારબાદ ગણિત અને સર્વાંગીણ વિકાસના વિષયોના નવા અભ્યાસક્રમની વિશેષતા, જેમાં ચિત્રકામ, સંગીત, શારિરીક શિક્ષણ, કાર્યાનુભવ વિષયોની પદ્ઘતિ, આર.ટી.. અને એન.સી.એફ., પાઠયપુસ્તકની વિશેષતા, શિક્ષક આવૃતિનો ઉપયોગ, .આર..સી. અભિગમ, ટી.એલ.પી. શાળાકીય સર્વાંગીણ મૂલ્યાંકન વગેરે મુદાઓની ચર્ચા તાલીમ દરમિયાન કરવામાં આવી હતીતાલીમમાં તજજ્ઞ તરીકે ચેતનભાઈ જોશી, મીતેશભાઈ ડોડીયા, વિવેકભાઈ જોશી, મનોજભાઈ રામદતી, અને માલદેભાઈ ચેતરિયાએ કામગીરી બજાવી હતી.

સમગ્ર તાલીમ અને તમામ વર્ગોમાં એકંદરે સવારે ૧૦ : ૦૦ થી ૧૦ :૩૦ સુધી રજિસ્ટેશન અને સમૂહ પ્રાર્થના રાખવામાં આવી હતી. સમયગાળામાં તાલીમાર્થીઓ અભ્યાસક્રમ અનુસાર હાલ કઈ રીતે કાર્ય કરે છે તે માટે ૧૦ મિનિટ તમામ વિષયના તાલીમાર્થીઓ માટે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ સેશન આર.ટી..-ર૦૦૯ અને એન.સી.એફ.-ર૦૦પની ચર્ચા રીસોર્સ પર્સન દ્વારા ૧૦ : ૩૦ થી ૧૧ : ૧પ સુધી કરવામાં આવી હતી. નવા અભ્યાસક્રમ અને જે તે વિષયના પાઠયપુસ્તકની લાક્ષાણિકતાના મુદાની ચર્ચા ૧૧ : ૧પ થી  ૧ર : ૦૦ સુધી કરવામાં આવી હતી. ૧ર : ૦૦ થી ૧ર : ૧પ ના બ્રેક બાદ ૧ર : ૧પ થી : ૦૦ સુધી જે તે વિષયના નવા અભ્યાસક્રમ અનુસાર હેતુઓ અને સમજપત્રોની ચર્ચા કરવામાં આવી હતી. : ૦૦ થી : ૦૦ દરમિયાન તમામ વર્ગ માટે ભોજન વિરામ રાખવામાં આવેલ. ભોજન બાદ : ૦૦ થી :૪પમાં શાળાકીય સવર્ાંગિક મૂલ્યાંકનની ચર્ચા કરવામાં આવી હતી. જયારે : ૪પ થી : ૩૦ દરમિયાન સર્વાંગી વિકાસના વિષયો જેમાં ચિત્ર/સંગીત/શાશિ/કાર્યાનુભવ વગેરેની ચર્ચા કરવામાં આવેલ. : ૩૦ થી : ૪પના સમયમાં ટી બ્રેક રાખવામાં આવેલ. ત્યારબાદ : ૪પ થી : ૩૦ દરમિયાન ટોટલ લનર્િંગ પેકેજની ચર્ચા કરવામાં આવેલ અને : ૩૦ થી : ૦૦ શિક્ષક આવૃતિ-નિદર્શન/ઉપયોગ માટે માહિતી આપવામાં આવેલ. અંતે : ૦૦ થી : ૧પ દરમિયાન તાલીમાર્થી સાથે ચર્ચા - પ્રશ્નોતરી કરવામાં આવેલ અને અભિપ્રાયો લેવામાં આવેલ.
      તાલીમ બાદ તાલીમાર્થીઓના અભિપ્રાયો અને મંતવ્યો લેવામાં આવ્યા હતા. મોટાભાગના તાલીમાર્થીઓએ તાલીમનો સંતોષ વ્યકત કરેલ હતો અને ભવિષ્યમાં પણ પ્રકારની તાલીમ યોજાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. અંતે વર્ગ સંચાલક માલદેભાઈ ચેતરિયાએ આભાર વ્યકત કરી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.

તાલીમની યોજના :
ખાનગી પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષકની તાલીમનું આયોજન સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યું હતું.
Powered by Blogger.