Quality Improvement Training

શાળા ગુણવતા અભિવૃદ્વિ અંતર્ગત તાલીમ
ગુણોત્સવના મૂલ્યાંકનમાં પોરબંદર જિલ્લાની DEF ગ્રેડ ધરાવતી શાળાઓના પરિણામમાં સુધારો આવે તથા આગામી સમયમાં આવનારા ગુણોત્સવમાં જિલ્લાની તમામ શાળાઓના પરિણામમાં સુધારો આવે તે માટે પોરબંદર જિલ્લામાં ગુણોત્સવના અનુકાર્યના ભાગરૂપે ગુણવતા અભિવૃદ્ઘિ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવેલ હતુ. અમલીકરણના ભાગરૂપે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીની બેઠક, બીઆરસી, બીઆરપી, સીઆરસી, આચાર્યો અને શિક્ષકોની તબકકાવાર તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.
શાળા ગુણવતા અભિવૃદ્વિ અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીની બેઠક 
સંદર્ભે પ્રથમ તબકકામાં તા. ૧૩//ર૦૧રના રોજ જિલ્લા કક્ષાના અધિકારીઓ, કેળવણી નિરીક્ષાક વહીવટ, બીઆરસી કો.., બીઆરપી, ડાયેટ લેકચરર અને એસ.એસ.. સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળા ગુણવતા અમલીકરણ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. દતક શાળા કાર્યક્રમ, ગુણવતાના સંદર્ભમાં તાલીમ કાર્યક્રમો, મોનીટરીંગ વ્યવસ્થા, મોનીટરીંગ અને માર્ગદર્શન સાહિત્ય વગેરેની ચર્ચા કરવામાં આવી હતી.
શાળા ગુણવતા અભિવૃદ્વિ અંતર્ગત સીઆરસી કો.ઓર્ડીનેટરની તાલીમ
શાળા ગુણવતા અભિવૃદ્ઘિ પ્રોજેકટના અમલીકરણ સંદર્ભે અને માર્ગદર્શન સંદર્ભે સીઆરસી કો.ઓર્ડીનેટર અને ડાયટ લેકચરર તથા બીઆરસી કો. .ની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા તા. ૧૪//ર૦૧રના રોજ કરવામાં આવ્યું હતુ. જેમાં શાળા ગુણવતા અભિવૃદ્વિ પ્રોજેકટ વિશે એમ.આર.ચેતરિયાએ માહિતી આપી હતી. પ્રોજેકટ અંતર્ગત કરવાની થતી કામગીરીની ચર્ચા મહેશ પરીખે કરી હતી. ત્યારબાદ તાલુકા અનુસનાર જુથકાર્ય કરવામાં આવ્યું હતુ. જેમાં DEF ગ્રેડ શાળાની યાદીમાંથી સીઆરસી કો..ને તથા અન્ય અધિકારીને દતક શાળા ફાળવણી કરવામાં આવી હતી. તાલુકા અનુસાર દતક શાળા મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જુથકાર્યમાં તાલુકા કક્ષાએ પ્રોજેકટ અંતર્ગત કરવાની થતી કામગીરી અને DEF ગ્રેડની શાળાના આચાર્ય તથા DEF ગ્રેડના શિક્ષકની તાલીમના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.
શાળા ગુણવતા અભિવૃદ્વિ અંતર્ગત DEF ગ્રેડ મેળવેલ શાળાના આચાર્ય અને શિક્ષકની તાલીમ
શાળા ગુણવતા અભિવૃદ્વિ પ્રોજેકટ અંતર્ગત ગુણોત્સવમાં જિલ્લાની DEF ગ્રેડ મેળવેલ શાળાના આચાર્યની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા તાલુકા કક્ષાએ તબકકાવાર કરવામાં આવ્યું હતુ.
પ્રથમ તબકકામાં રાણાવાવ તાલુકાની DEF ગ્રેડ મેળવેલ શાળાના આચાર્યની એક તાલીમનું આયોજન તા. ર૭//ર૦૧રના રોજ બીઆરસી ભવન રાણાવાવ ખાતે કરવામાં આવ્યું હતુ. તજજ્ઞ સહિત રાણાવાવ તાલુકાની DEF ગ્રેડ મેળવેલ ૭૧ શાળાના આચાર્યોમાંથી ૬૯ આચાર્યોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમના વિષયોમાં ગુણોત્સવના મૂલ્યાંકન માટેના માપદંડોની તાલીમ આપવામાં આવી હતી. જેમ કે, અસરકારક પ્રાર્થનાસભા, વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને વિજ્ઞાન પ્રયોગ શાળા, શાળા તથા વિદ્યાર્થી સ્વચ્છતા, શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ, સહઅભ્યાસિક પ્રવૃતિ, ટીએલએમ નિર્માણ અને તેનો અસરકારક ઉપયોગ, બાળ લાઈબ્રરી અને વાચન પ્રવૃતિ, એસ.એમ.સી અને વાલી સંપર્ક, યોગ, રમત અને રમતોત્સવ, શાળાકક્ષાના કાર્યક્રમોનું આયોજન, સંચાલન અને અહેવાલ લેખન, શાળામાં ભૌતિક સુવિધા અને જાળવણી, બાગાયત અને ઈકોકલબ, પ્રોજેકટ વર્ક ઘો. થી અને વાચન-લેખન-ગણનની પદ્ઘતિઓ-પ્રયુકિતઓ જેવા વિષયોમાં શાળા કક્ષાએ આચાર્યએ અસરકારક કામગીરી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામ આવ્યું હતુ. તજજ્ઞ તરીકે રાણાવાવના બીઆરસી કો. ઓર્ડીનેટર લાખાભાઈ ચુંડાવદરા, ડાયેટના રાણાવાવના લાયઝન લેકચરર યુ.ડી.મહેતા, આર.પી. વિનોદભાઈ ડોબરીયા અને કામગીરી કરી હતી. ૬૯ આચાર્યોની તાલીમનો ખર્ચ સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.
શાળા ગુણવતા અભિવૃદ્વિ પ્રોજેકટ અંતર્ગત બીજા તબકકામાં રાણાવાવ તાલુકાના DEF ગ્રેડ મેળવેલ શિક્ષકોની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા બીઆરસી ભવન રાણાવાવ ખાતે તા. ર૯//ર૦૧રના રોજ કરવામાં આવ્યું હતુ. તાલીમના વિષયોમાં ગુણોત્સવમાં શિક્ષકના મૂલ્યાંકન માટેના માપદંડો જેવા કે વાચન લેખન ગણનની પ્રવૃતિ, વર્ગ અને વિદ્યાર્થી સ્વચ્છતા, ટીએલએમનો ઉપયોગ, સ્વાધ્યાયપોથી અને નકશાપોથીની ચકાસણી વગેરે જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. માપદંડોમાં મૂલ્યાંકન સુધારવા માટે શિક્ષકે કયા પ્રકારના પગલા લેવા તથા કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તજજ્ઞ તરીકે બીઆરસી કો.. લાખાભાઈ ચુંડાવદરા, ડાયેટ લેકચરર યુ.ડી.મહેતા અને માલદેભાઈ ચેતરિયા, આર.પી. વિનોદભાઈ ડોબરીયા, રાણાવાવ તાલુકાના બીઆરપી કો. ઓર્ડીનેટરે કામગીરી કરી હતી. DEF ગ્રેડ મેળવેલ ૪૬ શિક્ષકો તાલીમમાં હાજર રહયા હતા. તાલીમ ડાયેટની સેવાકાલીન યોજના હેઠળ યોજવામાં આવી હતી.
ત્રીજા તબકકામાં પોરબંદર તાલુકાની DEF ગ્રેડ મેળવેલ શાળાના આચાર્યની તાલીમનું આયોજન તા. //ર૦૧રના રોજ પોરબંદરની બિલડી સીમ શાળા ખાતે કરવામાં આવ્યું હતુ. તજજ્ઞ સહિત પોરબંદર તાલુકાની DEF ગ્રેડ મેળવેલ ૭૬ શાળાના આચાર્યોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમના વિષયોમાં ગુણોત્સવના મૂલ્યાંકન માટેના માપદંડોની તાલીમ આપવામાં આવી હતી. જેમ કે, અસરકારક પ્રાર્થનાસભા, વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને વિજ્ઞાન પ્રયોગ શાળા, શાળા તથા વિદ્યાર્થી સ્વચ્છતા, શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ, સહઅભ્યાસિક પ્રવૃતિ, ટીએલએમ નિર્માણ અને તેનો અસરકારક ઉપયોગ, બાળ લાઈબ્રરી અને વાચન પ્રવૃતિ, એસ.એમ.સી અને વાલી સંપર્ક, યોગ, રમત અને રમતોત્સવ, શાળાકક્ષાના કાર્યક્રમોનું આયોજન, સંચાલન અને અહેવાલ લેખન, શાળામાં ભૌતિક સુવિધા અને જાળવણી, બાગાયત અને ઈકોકલબ, પ્રોજેકટ વર્ક ઘો. થી અને વાચન-લેખન-ગણનની પદ્ઘતિઓ-પ્રયુકિતઓ જેવા વિષયોમાં શાળા કક્ષાએ આચાર્યએ અસરકારક કામગીરી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામ આવ્યું હતુ. તજજ્ઞ તરીકે ડાયેડ લેકચરર માલદેભાઈ ચેતરિયા, દક્ષાાબેન જોશી, ઋતાબેન પરમાર, બીઆરસી કો. ઓર્ડીનેટર ગીગનભાઈ બાપોદરા, આર.પી. ચેતનભાઈ જોશી, કે.નિ. વહીવટ કારીયાભાઈએ કામગીરી કરી હતી. વિશેષ માર્ગદર્શન અને પ્રેરક વકતવ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરડવા અને આર.જી.ટી. કોલેજના પ્રોફેસર ડો. .આર.ભરડાએ આપ્યું હતુ. ૭૬ આચાર્યોની તાલીમનો ખર્ચ સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.
ચોથા તબકકામાં પોરબંદર તાલુકાના કેટલાક સીઆરસીના DEF ગ્રેડ મેળવેલ શિક્ષકોની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા  તા. //ર૦૧રના રોજ પોરબંદરની બિલડી સીમ શાળા ખાતે કરવામાં આવ્યું હતુ. તાલીમના વિષયોમાં ગુણોત્સવમાં શિક્ષકના મૂલ્યાંકન માટેના માપદંડો જેવા કે વાચન લેખન ગણનની પ્રવૃતિ, વર્ગ અને વિદ્યાર્થી સ્વચ્છતા, ટીએલએમનો ઉપયોગ, સ્વાધ્યાયપોથી અને નકશાપોથીની ચકાસણી વગેરે જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. માપદંડોમાં મૂલ્યાંકન સુધારવા માટે શિક્ષકે કયા પ્રકારના પગલા લેવા તથા કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તજજ્ઞ તરીકે બીઆરસી કો.. ગીગનભાઈ બાપોદરા, આર.પી. ચેતનભાઈ જોશી, કે.નિ. વહીવટ કારીયાભાઈ અને પોરબંદરના બીઆરપીએ કામગીરી કરી હતી. ૬ર શિક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમનો ખર્ચ સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.
પાચમાં તબકકામાં પોરબંદર તાલુકાના બાકીના સીઆરસીના DEF ગ્રેડ મેળવેલ શિક્ષકોની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા તા.//ર૦૧રના રોજ પોરબંદરની શારદા મંદિર પ્રા. શાળા ખાતે કરવામાં આવ્યું હતુ. તાલીમના વિષયોમાં ગુણોત્સવમાં શિક્ષકના મૂલ્યાંકન માટેના માપદંડો જેવા કે વાચન લેખન ગણનની પ્રવૃતિ, વર્ગ અને વિદ્યાર્થી સ્વચ્છતા, ટીએલએમનો ઉપયોગ, સ્વાધ્યાયપોથી અને નકશાપોથીની ચકાસણી વગેરે જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. માપદંડોમાં મૂલ્યાંકન સુધારવા માટે શિક્ષકે કયા પ્રકારના પગલા લેવા તથા કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તજજ્ઞ તરીકે બીઆરસી કો.. ગીગનભાઈ બાપોદરા, ડાયેટ લેકચરર માલદેભાઈ ચેતરિયા, આર.પી. ચેતનભાઈ જોશી અને પોરબંદરના બીઆરપીએ કામગીરી કરી હતી. ૭૩ શિક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમનો ખર્ચ સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.
છઠા તબકકામાં કુતિયાણા તાલુકાની DEF ગ્રેડ મેળવેલ શાળાના આચાર્યની તાલીમનું યોજન તા. //ર૦૧રના રોજ બીઆરસી કુતિણાણા ખાતે કરવામાં આવ્યું હતુ. તજજ્ઞ સહિત કુતિયાણા તાલુકાની DEF ગ્રેડ મેળવેલ પપ શાળાના આચાર્યોનેે તાલીમ આપવામાં આવી હતી. તાલીમના વિષયોમાં ગુણોત્સવના મૂલ્યાંકન માટેના માપદંડોની તાલીમ આપવામાં આવી હતી. જેમ કે, અસરકારક પ્રાર્થનાસભા, વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને વિજ્ઞાન પ્રયોગ શાળા, શાળા તથા વિદ્યાર્થી સ્વચ્છતા, શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ, સહઅભ્યાસિક પ્રવૃતિ, ટીએલએમ નિર્માણ અને તેનો અસરકારક ઉપયોગ, બાળ લાઈબ્રરી અને વાચન પ્રવૃતિ, એસ.એમ.સી અને વાલી સંપર્ક, યોગ, રમત અને રમતોત્સવ, શાળાકક્ષાના કાર્યક્રમોનું આયોજન, સંચાલન અને અહેવાલ લેખન, શાળામાં ભૌતિક સુવિધા અને જાળવણી, બાગાયત અને ઈકોકલબ, પ્રોજેકટ વર્ક ઘો. થી અને વાચન-લેખન-ગણનની પદ્ઘતિઓ-પ્રયુકિતઓ જેવા વિષયોમાં શાળા કક્ષાએ આચાર્યએ અસરકારક કામગીરી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામ આવ્યું હતુ. તજજ્ઞ તરીકે ડાયેડ લેકચરર માલદેભાઈ ચેતરિયા, દક્ષાાબેન જોશી, એમ.વી. વેકરીયા, .વાય.રાઠોડબીઆરસી કો.ઓર્ડીનેટર સંજયભાઈ બોરખતરિયાએ કામગીરી કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખશ્રી વિશેષ્ા માર્ગદર્શન અને પ્રેરક વકતવ્ય આપેલ હતુ. પપ આચાર્યોની તાલીમનો ખર્ચ સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.
સાતમાં તબકકામાં કુતિયાણા તાલુકાના DEF ગ્રેડ મેળવેલ શિક્ષકોની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા  તા. //ર૦૧રના રોજ બીઆરસી કુતિયાણા ખાતે કરવામાં આવ્યું હતુ. તાલીમના વિષયોમાં ગુણોત્સવમાં શિક્ષકના મૂલ્યાંકન માટેના માપદંડો જેવા કે વાચન લેખન ગણનની પ્રવૃતિ, વર્ગ અને વિદ્યાર્થી સ્વચ્છતા, ટીએલએમનો ઉપયોગ, સ્વાધ્યાયપોથી અને નકશાપોથીની ચકાસણી વગેરે જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. માપદંડોમાં મૂલ્યાંકન સુધારવા માટે શિક્ષકે કયા પ્રકારના પગલા લેવા તથા કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તજજ્ઞ તરીકે ડાયેડ લેકચરર માલદેભાઈ ચેતરિયા, દક્ષાાબેન જોશી, એમ.વી. વેકરીયા, બીઆરસી કો.ઓર્ડીનેટર સંજયભાઈ બોરખતરિયાએ કામગીરી કરી હતી. ૩૩ શિક્ષકોની તાલીમનો ખર્ચ સેવાકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.

તા. //ર૦૧૩ના રોજ શાળા ગુણોત્સવ અભિવૃદ્ઘિ પ્રોજેકટ અંતર્ગત જિલ્લામાં ગુણોત્સવનું પરિણામ સુધરે અને તે માટે કયા પ્રકારની તૈયારી કરવી તે માટેનું માર્ગદર્શન જિલ્લાની તમામ ૩રપ શાળાના આચાર્યોને આપવામાં આવ્યું હતુ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરડવાએ તમામ આચાર્યોને અગામી ગુણોત્સવમાં શાળાનું ગ્રેડેશન સુધરે તે માટે ડોકયુમેન્ટેશન કરવા તથા અન્ય સુધારાત્મક પગલા સુચવ્યાં હતા. ડાયેટના લેકચરર એમ.વી.વેકરીયાએ જિલ્લામાં ચાલતા શાળા ગુણવતા અભિવૃદ્ઘિ પ્રોજેકટ અને દતક શાળા કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમના વર્ગસંચાલક તરીકે શ્રી એમ.વી.વેકરીયાએ કામગીરી કરી હતી. કાર્યક્રમનો ખર્ચ તાલીમ ભવનની સેવકાલીન યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.

તા. ૧૬//ર૦૧૩ના રોજ જિલ્લાના બીઆરસી અને સીઆરસી કો.ઓર્ડીનેટર, એસ.એસ.એે. સ્ટાફ અને લેકચરર માટે ગુણવતા અભિવૃદ્વિ પ્રોજેકટ સંબંધી મીટીંગ રાખવામાં આવી હતી. ગુણવતા અભિવૃદ્ઘિ અને મીટીંગમાં ગુણોત્સવ-૪ના આયોજન સંબંધી તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગંણોત્સવ-૩ના પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી પટણી સાહેબ તાલીમ વર્ગમાં ઉપસ્િથત રહયા હતા. જેઓએ જિલ્લામાં અગામી ગુણોત્સવમાં શાળાનું પરિણામ સુધરે તે માટે સીઆરસી કોઓડર્િનેટરે કઈ બાબતોની કાળજી રાખવી તેની માહિતી અને સમજ આપી હતી. સીઆરસી કોઓડર્િનેટરે ભુતકાળના ગુણોત્સવ કાર્યક્રમના અનુભવોની ચર્ચા જીલ્લા વિકાસ અધિકારી સાથે કરી હતી. જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડી.આર. સરડવાએ સીઆરસી કો.ઓર્ડીનેટરને ગુણોત્સવ મૂલ્યાંકન વખતે શાળા અને વર્ગોનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તથા માટે શાળાના આચાર્યો અને શિક્ષકો પાસે કઈ રીતે કામગીરી કરાવવી તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતુ. ગુણોત્સવ મૂલ્યાંકનના માપદંડોમાં શાળાનું પરિણામ સારું આવે તે માટે ડોકયુમેન્ટેશનની અગત્ય જણાવી હતી. સમગ્ર કાર્યક્રમને અંતે આભારવિધી ડાયેટના લેકચરર શ્રી યુ.ડી.મહેતાએ કરી હતી.
Powered by Blogger.